ભારતીય સમાજ માં પ્રેમ અને  સુરક્ષા ની ભાવના દ્રઢ કરવા માટે અનોખો ઉત્સવ

પરંપરા મુજબ દુર્ગાવાહીનીના બહેનો દ્વારા  સફાઈ કામદાર, ગૌ સેવા કેન્દ્ર, પોલીસ જવાનો, નગર પાલિકા, ડૉક્ટરશ્રીઓ, મનોવિકલાંગ ભાઈઓ, અને તેમજ અલગ અલગ ૧૭ સ્થાન પર  ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીના ૧૬ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ તા.૨૮/૦૮/૨૩ ને સોમવાર ૧૭ સ્થાન પર કરવામાં આવ્યો હતો.

You Might Also Like