મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલ લોરીસ કારખાનાના સ્ટોરરૂમમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા આઠ જુગારીઓને રોકડા રૂપિયા 2.67 લાખ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Casino Card Game List 【2023】 Gambling Card Games Types

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલ લોરીસ કારખાનાના સ્ટોરરૂમમાં આરોપી ભાવેશભાઇ ચતુરભાઇ ડઢાણીયા બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી ભાવેશભાઇ ચતુરભાઇ ડઢાણીયા, અભય ચુનિલાલભાઇ દેકાવાડીયા, રવિરાજ ટપુભાઇ અઘારા, વિપુલભાઇ મોહનભાઇ અમૃતીયા, અશ્વિનભાઇ પ્રાગજીભાઇ કાંજીયા, હિતેન્દ્રભાઇ ભચુભાઇ સદાદીયા, હિતેશભાઇ છગનભાઇ ચારોલા અને દિનેશભાઇ કરશનભાઇ મેરજા તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી 2.67 લાખ રોકડા કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

You Might Also Like