મોરબીના લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા કરાયું બોડી ચેકઅપ કેમ્પનું આયોજન
મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા ગઈકાલે 3 સપ્ટેમ્બરના રોજ ફુલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસના જનકભાઈ હિરાણીના પ્રમુખ પદે તેમજ સેક્રેટરી હિતેન્દ્રભાઈ ભાવસાર, ખજાનચી રાકેશ કૃષ્ણની તેમજ મેમ્બરોના પ્રયાસથી આ ફુલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ પ્રજાપિતા બ્રહ્માકુમારીના યોગીની ચંદ્રિકાબેન, અલકાબેન, ઉષાબેન, સમજુબેન દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા. આ કેમ્પમાં 130 લોકોને ચેકઅપ કરી અને તેમનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં MFJ રમેશભાઈ રૂપાલા તેમજ લાયન પ્રદીપભાઈ ભુવાએ હાજર રહી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.