રાજ્યની ભાજપ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મોરબી પધાર્યા છે જ્યાં તેઓ કાર્યકર્તાઓ, વહીવટી તંત્ર સહિતની પાંચ બેઠકોમાં હાજરી આપવાના છે જોકે આજે મુખ્યમંત્રી સ્કાય મોલ પહોંચ્યા અને કાર્યક્રમનો શુભારંભ કરાયો ત્યાં જ વીજળી ગુલ થઇ ગઈ હતી અને તંત્રની પોલ ખુ;ઇ હતી.

એક તરફ ૨૪ કલાક વીજળીના દાવા કરતી સરકારના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજળી ગુલ થતા કાર્યકરો પણ મુંજયા હતા. મોરબીમાં આમ પણ ગમે ત્યારે વીજળી ગુલ થઇ જતી હોય છે અને આજે મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સાથે જ વીજળી ગુલ થઇ ગઈ હતી, હવે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

You Might Also Like