મોરબીમાં ઓમ શાંતિ ચોકમાં આજે રામનવમી નિમિતે ભજનનો કાર્યક્રમ, એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડનું ભવ્ય આયોજન
નિલેશ ગઢવી, પિયુષ મહારાજ, રમેશભાઈ રાવલદેવ અને શીતલ બારોટ સહિતના કલાકારો ભજની રમઝટ બોલાવશે, જુનિયર રમેશ મહેતા મયુરબાપા પણ રહેશે ઉપસ્થિત.
ભજનનો લાભ લેવા તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાને સાગરભાઈ જીલરીયા દ્વારા કરાયું આહ્વાન.
મોરબીમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી થવાની છે. જેમાં શોભાયાત્રા સાથે વિવિધ ચોકમાં ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શનાળા રોડ ઉપર ઓમશાંતિ ચોકમાં બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં નિલેશ ગઢવી, પિયુષ મહારાજ, રમેશભાઈ રાવલદેવ અને શીતલ બારોટ સહિતના કલાકારો ભજની રમઝટ બોલાવશે. આ વેળાએ જુનિયર રમેશ મહેતા એવા મયુરબાપા પણ ઉપસ્થિત રહેશે, મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને જોડાવવા સાગરભાઈ જીલરીયા દ્વારા કરાયું આહ્વાન.