મોરબીમાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં મોરબીમાં ઇતિહાસ રચાઈ ગયો, હજારો સનાતનીઓ આ શોભાયાત્રામાં જોડાઈ રામની ધૂન પર જુમી ઉઠ્યા હતા. ઠેક ઠેકાણે સેવા કાર્યો રહ્યા અવિરત ચાલુ, દર ૫૦૦ મિટરે સરબત, પાણી, ચા ના સ્ટોલની ચાલુ રહી અવિરત સેવા.

મોરબીમાં ગઈ કાલે રામનવમીની શોભાયાત્રાએ મોરબીમાં ઇતિહાસ રચ્યો, મોરબીમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સનાતનીઓ જોડાયા હતા, આ સાથે મોરબી નગરમાં ૯ કિમી સુધી  ચાલેલી આ શોભાયાત્રામાં સરબત, પાણી, ચા સહિતની અનેક સેવાઓ માટે લોકોએ પોતાના પટારા ખુલ્લા મૂકી દીધા હતા. દર ૫૦૦ મીટરે આ પ્રકારના સ્ટોલની સેવા ખરેખર બિરદાવવા લાયક છે. આ સાથે ઠેર ઠેર બોલીવુડ સોંગને અલવિદા કહી રામ નામની ધૂન પર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. ઠેર ઠેર પુષ્પ વર્ષા આ શોભાયાત્રાની શાન વધારતી હતી. જેમાં ખાસ ભગવાન રામની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેવી અદભુત પ્રતિમાએ લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ શોભાયાત્રામાં બે બુલ્ડોઝર તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

You Might Also Like