ટંકારા તાલુકાના નેકનામ ગામના ગ્રામ પંચાયત પાસે આવેલ આરો પ્લાન્ટમાં પાણી ભરવા માટે ગયેલા યુવાનને આ સુવર્ણોનું પાણીનું પરબ છે તમારે અહીંયા પાણી ભરવા આવવું નહીં તેવું કહીને જ્ઞાતિ પ્રત્યે અડધુત કર્યો હતો અને ઝપાઝપી કરીને માર માર્યો હતો જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને મારામારી લૂંટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે  કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ગામે રહેતા પરેશભાઈ ખેંગારભાઈ ચાવડા જાતે અનુસૂચિત જાતિ ઉંમર વર્ષ ચાલીસે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા રહે નેક નામવાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેનો દીકરો મેહુલ નેકનામ ગામે આવેલા પાણીના આરો પ્લાન્ટ નું પાણી ભરવા માટે ગયો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીના દીકરા મેહુલને વાળ પકડીને દિવાલ સાથે માથું ભટકાડીને માર મારીને ઈજા કરી હતી ત્યારે ફરિયાદી પોતાના દીકરા મેહુલને કેરબા સાયકલમાં રખાવા જતા આરોપી તેના દીકરાને માર મારતો હોય તો તેને છોડાવવા માટે વચ્ચે પડી તમે મારા દીકરાને શા માટે મારો છો તેવું પૂછતા આરોપીએ કહ્યું હતું કે આ સુવર્ણોનું પાણીનું પરબ છે તમારે અહીંયા પાણી ભરવા આવવું નહીં જેથી યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ 323 504 392 અને એટ્રોસિટી ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલી હતી અને હાલમાં આરોપી છત્રપાલસિંહ નેકનામ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી હાલમાં જેલ હવાલે કરેલ છે

You Might Also Like