વિરપર નવયુગ સંકુલ દ્વારા ધો.૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનું એન્યુઅલ ફંકસન યોજાયું
નવયુગ સંકૂલ ખાતે તારીખ - 24/02/2023 ને શુક્રવારે ધોરણ:- 11- 12 કોમર્સ ના વિદ્યાર્થીઓનું WONDER STAR ANNUAL FUNCTION વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીત, ડ્રામા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓને એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી ફંક્શનને સફળ બનાવવા નવયુગ સંકુલના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
