મોરબીમાં વિદેશી દારૂ તથા બિયર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મહેંદ્ર ડ્રાઈવ રોડ ગોલા બજાર પાસે એક્ટીવામાં બિયરનાં ટીનની હેરાફેરી કરતા શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

11 Liquor Bottles Seized In Dry Gujarat Every Minute Last Year | Ahmedabad  News - Times of India

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેંદ્ર ડ્રાઈવ રોડ ગોલા બજાર પાસે જાહેર રોડ પર જીજે-૦૩-એચપી-૯૨૬૯ નંબરની એક્ટીવા મોટરસાઇકલને શંકાનાં આધારે રોકી એક્ટિવા ચાલક સચીનભાઈ નીતીનભાઈ દક્ષીણી (રહે હાલ દફતરી શેરી ગ્રીન ચોક પાસે મોરબી મુળ રહે સંજીવની સોસાયટી રતનપર તા.વઢવાણ જી.સુરેદ્રનગર)ની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ મળતા પોલીસે સચિન તથા તેના વાહનની તપાસ કરતા એક્ટિવાની ડેકીમાંથી ભારતીય બનાવટના બડવાઈઝર મેગ્નમના કંપની શીલબંધ રૂ.૬૦૦/-ની કિંમતનાં ૬ ટીન મળી આવતા પોલીસે આરોપીની અટકાયતની બિયરનાં ટીન તથા એક્ટિવા સહીત કુલ રૂ.૨૦,૬૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે

You Might Also Like