મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિસ્તૃત કારોબારી બેઠક મળી
- જિલ્લા કારોબારીમાં OPS લાગુ કરવા અને BLO ની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવાના ઠરાવો પસાર થયા
- જિલ્લા કારોબારી બેઠકમાં નવા કાર્યકર્તાઓને દાયિત્વ સોંપાયુ
મોરબી, અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓ અને દરેક તાલુકામાંથી આવેલા કાર્યકર્તાઓનું શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠન મંત્ર સાથે જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત કરવામાં આવી.. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા સંગઠન દ્વારા થયેલા કાર્યોની છણાવટ અને મુખ્ય એજન્ડા જેવા કે...

(૧) ગત મીટીંગ બાદ થયેલ કાર્યવાહીની ચર્ચા..
(૨) દરેક તાલુકામાં સદસ્યતા અભિયાનની નામાવલી અને ક્યાં સુધી સદસ્યતા અભિયાન પોચ્યું તેની સમીક્ષા કરવામાં આવી..
(૩)દરેક તાલુકામાં મંડલ રચનાની સમીક્ષા..
(૪)દરેક તાલુકાના શિક્ષકો પ્રશ્નોની ચર્ચા..
(૫) સંગઠન દ્વારા ઘણા બધા શિક્ષકોના પ્રશ્નોનું ઉકેલ લાવવામાં આવ્યા અને હજુ પણ મુખ્ય પ્રશ્નો જેવા કે..જૂની પેન્શન યોજના, બી.એ.લો ની કામગીરી માંથી મુક્તિ આપવી એવા પ્રશ્નો જલ્દી સંગઠન દ્વારા ઉકેલાશે..

ત્યારબાદ મોરબી જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠનની કાર્યપ્રણાલી અને સંગઠનના વિસ્તારમાં કાર્યકર્તાઓની ભૂમિકા કેવી હોવી જોઈએ?તેની સચોટ માહિતી આપી જેમ કે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સમર્પણની ભાવના દરેક કાર્યકર્તાઓમાં આવવી જોઈએ ..

ત્યારબાદ કારોબારી માં સમરૂપ સત્ર માં વિપુલભાઈ અઘારા (કાર્યવાહક રાજકોટ જિલ્લા વિભાગ આર.એસ.એસ.) દ્વારા સંગઠનમાં દરેક કાર્યકર્તાઓએ સાથે રહી રાષ્ટ્રના હિત માટે સૌપ્રથમ કાર્ય કરવું જોઈએ અને રાષ્ટ્રને મજબૂત બનાવવું જોઈએ તેની માહિતી આપી અને ત્યારબાદ વિપુલભાઈ દ્વારા નવા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું અને મોરબી તાલુકાની પુનઃરચના અને મોરબી જિલ્લામાં નવા કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી જેમકે..

સંદીપભાઈ આદ્રોજાને જિલ્લા ટિમ સિનિયર ઉપાધ્યક્ષ તરીકે અંકિતભાઈ જોષીને મોરબી તાલુકાના મંત્રી તરીકે કલ્પેશભાઈ સરડવાને મોરબી તાલુકાના ઉપાધ્યક્ષ,જીજ્ઞેશભાઈ રાબડીયાને મોરબી તાલુકાના સહમંત્રી અને અભયભાઈ ઢેઢીને ટંકારાના ઉપાધ્યક્ષ તરીકેનું દાયિત્વ સોંપવામાં આવ્યું.

સંદીપભાઈ આદ્રોજાને જિલ્લા ટિમ સિનિયર ઉપાધ્યક્ષ તરીકે અંકિતભાઈ જોષીને મોરબી તાલુકાના મંત્રી તરીકે કલ્પેશભાઈ સરડવાને મોરબી તાલુકાના ઉપાધ્યક્ષ,જીજ્ઞેશભાઈ રાબડીયાને મોરબી તાલુકાના સહમંત્રી અને અભયભાઈ ઢેઢીને ટંકારાના ઉપાધ્યક્ષ તરીકેનું દાયિત્વ સોંપવામાં આવ્યું.