ટંકારાના બંગાવડી ગામના પાટીયા પાસે પુરપાટ વેગે આવતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને નુકસાન પહોંચ્યું હતું અને કારચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા નવઘણભાઈ આયદાનભાઈ સવસેટાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૬ના રોજ તેમના મોટાભાઈ મહેશભાઈ સવસેટા મારૂતી સુઝુકી કંપની ની XL6 કાર G-J-36-R-4314 લઈને લતીપર ગામે વ્યવહારીક કામકાજ સબબ ગયા હતા.

Locals threatened Woman PSI of tanakra police station abused cop on duty jm  – News18 Gujarati

જ્યાં વ્યવહારીક કામ પુરૂ કરી રાત્રીના સમયે લતીપર ગામેથી તેઓ ખાખરાળા તરફ આવતા હતા એ સમયે બંગાવડી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ટંકારા થી જામનગર તરફ આવતા રોડ ઉપર આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક RJ-27-GC-3586 લઈને આવતો હતો.

મહેશભાઈ કંઈ સમજે તે પહેલા જ સામેથી આવતા ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ડ્રાઇવર સાઈડના ભાગ પર ટ્રક જોરથી અથડાતા કાર રોડ પર ગોળાકાર ફરી ગઈ હતી અને તેમાં નુકસાની થઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને મહેશભાઈ ને કારમાંથી બહાર કાઢ્યા હતા આ અકસ્માતમાં મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વધુ તપાસ અકસ્માત અંગેની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝભાઈ જામ ચલાવી રહ્યા છે.

You Might Also Like