અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં આ દિવસે કરા સાથે પડશે વરસાદ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી કે ૧૨ માર્ચથી વાદળો બંધાશે. ૧૪ થી ૧૭ માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની શક્યતાઓ નહિવત જોવામાં આવી રહી છે.