જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ આજથી મોરબીની બજારો પુન: ધમધમી
મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ બાદ આજે સોમવારે શહેરની તમામ બજારો પુન: ધમધમી ઉઠી હતી.વેપારીઓ જન્માષ્ટમીની રજાઓનો ભરપૂર આનંદ માણીને નવી ઉર્જા સાથે આજથી વેપાર ધંધાના કામે વળગ્યા હતા.જોકે બજારો શરૂ થતાની સાથે જ લોકોની ચહલ પહલ વધી ગઈ હતી.
મોજીલા અને રંગીલા મોરબીવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.જોકે આ વર્ષે જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી લોકોએ મનભરીને કરી હતી.સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોએ મોધવારી અને મંદીના મારને ભૂલીને તહેવારોની ઉજવણીમાં કોઈ કસર છોડી ન હતી.

જોકે જન્માષ્ટમીના તહેવારોને લઈને બજારો બંધ રહી હતી અને બજારોમાં મીની વેકેશન જેવો માહોલ રહ્યો હતો, વેપારીઓ જન્માષ્ટમીના તહેવારોમાં સારી ઘરાકી નીકળતા ખુશખુશાલ બનીને બહાર પર્યટન સ્થળો કે ધાર્મિક સ્થળો અને સાગા સંબંધીઓના ઘરે જઈને તહેવારોની ઉજવણી કરી હતી. તેમજ હજારો લાખો લોકોએ જન્માષ્ટમીના મેળાની મનભરીને મોજ માણી હતી.
જ્યારે આજે જન્માષ્ટમીની રજાઓ પુરી થતા જ આજથી મોરબીની તમામ બજારોએ ખુલી ગઈ છે અને વેપારીઓ નવા જોશ સાથે પોતાના રૂટિન કામકાજમાં જોડાયા છે.બજારો ખુલતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા અને ખરીદી કરી રહ્યા હોય તેવો માહોલ તમામ બજારોમાં જોવા મળ્યો હતો.