પ્રાથમિક શિક્ષણ બાદ ઘણા વિદ્યાર્થીઓ સારી પરિસ્થિતિ ન હોવાના કારણે અભ્યાસ છોડી દેતા હોવાના કારણે બજેટમાં અપાયું સ્થાન. RTE માં ધોરણ - ૮ પાસ કરેલ વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે ત્યારબાદ તેમાંથી પસંદ થયેલા ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને ધોરણ - ૯ માં આપાશે પ્રવેશ.

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે બજેટમાં ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ધોરણ - ૧ થી ૮ માં RTE હેઠળ અભ્યાસ કરી ત્યારબાદ ધોરણ - ૯ માં ઘણા બધા બાળકો સારી પરિસ્થિતિ ન હોવાને કારણે અભ્યાસ વચ્ચેથી છોડી દેતા હોય છે જેને લઇને આ નવા બજેટમાં આ બાળકોને સ્થાન મળ્યું છે. RTE અંતર્ગત - ૧ થી ૮ માં અભ્યાસ બાદ ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે આ વિદ્યાર્થીઓની એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં પાસ થનાર ૨૫,૦૦૦ જેટલા બાળકોને ધોરણ - ૯ માં RTE હેઠળ પ્રવેશ અપાશે અને આ બાળકોના ફી માટે સરકાર ૨૦,૦૦૦ નું વાઉચર આપશે.

You Might Also Like