ઉત્તરપ્રદેશથી નોકરીની શોધમાં મોરબી આવેલા યુવાને ટ્રક સાથે અથડાઇ મોતને વ્હાલું કર્યું
પોતાના કૌટુંબિક ભાઈ સાથે રોજગારીની શોધમાં મોરબી આવેલા માનસિક ક્ષતિગ્રસ્ત ઉત્તરપ્રદેશના યુવાને લાલપર પાવર પાસે ટ્રક નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે લાલપર પાવર હાઉસ નજીક ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાનો વતની જલંધરભાઈ કુંજબિહારી વર્મા નામનો યુવાન પોતાના કૌટુંબિક ભાઈ સાથે નોકરીની શોધમાં નીકળ્યો હતો. જો કે જલંધરભાઈને માનસિક તકલીફ હોવાથી લાલપર પાવર હાઉસ નજીક પહોચતા જ એક અજાણ્યા ટ્રક હેઠળ ઝંપલાવતા ગંભીર ઇજાઓ પહોંચતા જલંધરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ વિજયપાલ વર્માએ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.