મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સિક્યુરિટી ગાર્ડ અને ટિકિટ ક્લાર્કને હાઇકોર્ટમાંથી જામીન મળતાં આ જામીન હુકમ સામે પીડિત પરિવારો દ્વારા સુપ્રીમ કોર્ટમા ધા નાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અહેવાલ મુજબ મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોનાં મોત થયાં હતા, 30મી ઓક્ટોબર 2022ની આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે 10 આરોપી પૈકી 3 સિક્યુરિટી ગાર્ડ અને બે ટિકિટ કલાર્કને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો, આરોપીઓની જામીન અરજી મંજૂર થવાના હુકમ સામે પીડિત પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

Check if all bridges in state are okay, Gujarat HC tells govt after Morbi  collapse kills 141

પીડિત પરિવારે હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે બે કલાર્કને પોલીસ તપાસમાં સહકાર આપવા સહિતની વિવિધ શરતો સાથે જામીન પર છોડવા હુકમ કર્યો હતો. કલાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા વિરુદ્ધ સદોષ માનવ વધ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

You Might Also Like