હળવદ જી.આઇ.ડી.સી. પાસે હળવદ ધાંગધ્રા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઈકો કાર ટેલર ટ્રક પાછળ ઘૂસી જતા ઇકો કારનાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો.

One tourist dies, 7 hurt in a road accident

મળતી માહિતી અનુસાર, હળવદ ધાંગધ્રા હાઇવે પર હળવદ જી.આઇ.ડી.સી. પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં રોડની સાઈડમાં ટેલર ઊભું હતું ત્યારે ધાંગધ્રાથી હળવદ તરફ આવતી ઇકો કાર પાછળથી ધડાકાભેર અથડાતાં ઇકો કારનાં ચાલક હિતેશભાઈ કાંતિભાઈ પરમાર (રહે વઠવાણ)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે બનાવની જાણ થતા જ સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત ઇકો કારનાં ચાલકને મહા મહેનતે બહાર કાઢી સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

You Might Also Like