મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડમાં મોબાઈલ અપડેટ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પ તા. ૨૨ થી ૨૪ માર્ચ સુધી સવારે ૮ થી બપોરે ૧ સુધી મુખ્ય પોસ્ટ ઓફીસ મોરબી ખાતે યોજાશે કેમ્પમાં કોઈ પણ ટોકન લીધા વિના તુરંત આધાર કાર્ડમાં મોબાઈલ અપડેટ કરી આપવામાં આવશે. લીંક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઈલ લાવવાના રહેશે તેમજ રૂ. ૫૦ ફી ચુકવવાની રહેશે જે કેમ્પનો મોરબીની જનતાએ લાભ લેવા જણાવ્યું છે તેમજ આધાર કાર્ડ લીક કરવા સંબંધે કોઈ તકલીફ હોય તો તેવા નાગરિકો પણ પોસ્ટ ઓફીસ ખાતે સેવાનો લાભ લઇ શકશે તેમ યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like