માળીયા તાલુકામાં જાહેરમાં જુગાર રમતા 6 પત્તા પ્રેમીઓ ઝડપાયા
માળીયા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં યુનિકા પ્લાયવુડ કારખાનાની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી આરોપી રવજીભાઈ સવજીભાઈ પરમાર, પ્રાણજીવનભાઈ જેરામભાઈ છત્રોલા, મણીલાલ ઉર્ફે મીલનભાઈ નાથાભાઈ કાસુંદ્રા, પાર્થ જયંતીભાઈ સોરીયા, દુષ્યંતભાઈ ભાવજીભાઈ જામરીયા અને મયુરભાઈ કાંતીલાલ વડસોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 37,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.