મોરબી જિલ્લામાં નવ કેન્દ્રો પર આજે 1987 વિદ્યાર્થી આપશે ગુજકેટ પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)-2023ની પરીક્ષા આજે યોજવાની છે ત્યારે જિલ્લાના 9 સેન્ટર પર આ પરીક્ષા લેવાશે અને તેમાં 1987 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ક્યાં ક્યાં કેન્દ્ર ખાતે લેવાશે પરીક્ષા?
મોરબી જિલ્લામાં ગુજકેટ પરીક્ષા ઉમા વિદ્યા સંકૂલ, એસ. વી. પટેલ કન્યા વિદ્યાલય, ધી વી. સી. ટેકનીકલ હાઇસ્કુલ, ડી. જે. પટેલ કન્યા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, સેન્ટ મેરી હાઇસ્કુલ, નિલકંઠ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય વગેરે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે.
પરીક્ષા કેન્દ્ર આસપાસ સભા, સરઘસ પર પ્રતિબંધ
આજે સવારે 10 થી બપોરના ચાર કલાક દરમિયાન યોજાનારી પરીક્ષા અંતર્ગત કેન્દ્રના 200 મી. આજુબાજુના વિસ્તારમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું અમલી કરાયું છે. કેન્દ્ર નજીક ચાર કરતાં વધુ વ્યકિત એકઠી થઇ શકશે નહીં તેમજ સભા, સરઘસ પર પ્રતિબંધ છે તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા દેવાશે નહીં. આ જાહેરનામાનો ખાસ અમલ કરવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.