RTE અંતર્ગત મોરબી જિલ્લામાં 1763 બાળકોને પહેલા ધોરણમાં અપાશે પ્રવેશ
મોરબી જિલ્લામાં RTE રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પહેલા ધોરણમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ, RTE અંતર્ગત તા.31.05.2023 ના રોજ છ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકો માટે ખાનગી શાળામાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ
મોરબી દર વર્ષે RTE રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટે દરવર્ષે જરૂરિયાતમંદ ગરીબ બાળકો માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એમ શૈક્ષણિક વર્ષ - 2023/24 માટે જે બાળકોના તા.31.05.23 ના રોજ છ વર્ષ પૂર્ણ થતાં હોય અને RTE ના ક્રાઈટ એરીયામાં આવતા હોય એવા ગરીબ અને વંચિત જૂથના બાળકો માટે પહેલા ધોરણમાં પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ તા.10.04.23 થી તા.22.04.23 સુધી ભરવાના હોય વાલીઓએ પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ભરાવી લેવાની જાણ કરવામાં આવેલ છે. ઓનલાઈન અરજીમાં જે તે કેટેગરીમાં દર્શવ્યા મુજબના આધારો અપલોડ કરવાના રહેશે ઓનલાઈન ફ્રોમની પ્રિન્ટ ક્યાંય જમા નથી કરવાની પોતાની પાસે રાખવાની છે. મોરબી જિલ્લાના હળવદમાં 26,માળીયામાં 1, મોરબીમાં 100,ટંકારામાં 21 અને વાંકાનેરમાં 34 એમ કુલ 182 ખાનગી શાળાઓ પૈકી સીબીએસસી બોર્ડ વાળી 10 ગુજરાત બોર્ડ વાળી 172 શાળાઓ છે જરમાં હળવદમાં 126,માળીયામાં 9,મોરબી 1132 ટંકારામાં 215,વાંકાનેરમાં 281 એમ કુલ 1763 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં RTE મુજબ પ્રવેશ સંખ્યા ફાળવેલ છે. જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા પંચાયત મોરબી ખાતે રૂમ નંબર - 129 ના કોન્ટેક્ટ નંબર 02822 299106 પર પૂછપરછ કરી શકાય એમ RTE ના નોડલ ઓફિસર અશોકભાઈ વડાલિયા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઇ અંબારીયાની યાદીમાં જણાવવા આવે છે.