RTE એડમિશન માટે દશ દિવસમાં 1417 અરજીઓ : મોરબીની 182 ખાનગી શાળામાં 1763 સીટ માટે 944 અરજી મંજૂર, 368 અરજી કરાઇ રદ
આવતીકાલે ઓનલાઇન ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
મોરબી જિલ્લામાં રાઈટ ટું એજ્યુકેશન એક્ટ હેઠળ સેલ્ફ ફાયનાન્સ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશ માટે ગત ૧૧ થી એપ્રીલના રોજથી પ્રવેશ પ્રક્રિયા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના શરુ થયા હતા આ વર્ષેેે જિલ્લાની 182 ખાનગી શાળામાં કુલ ૧૭૬૩ સીટ આરટીઆઈ અંતર્ગત સીટ ફાળવવામાં આવી છે અને જેગત વર્ષ કરતા 400 જેટલી સીટમાં વધુ છે. જેના કારણે આ વર્ષે વધુ 400 બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળશે અને નિશુલ્ક અભ્યાસ કરી શકશે.
એક સપ્તાહથી ચાલી રહેલી ઓનલાઇન એપ્લિકેશન પ્રકિયામાં મોરબી જિલ્લામાં ૧૭૬૩ જગ્યા માટે ૧૪૧૭ અરજી આવી ચૂકી છે. જે પૈકી ૯૪૪ અરજીઓ મંજૂર થઈ ચૂકી છે જ્યારે ૩૬૮ અરજી અલગ અલગ કારણસર રદ કરવામાં આવી છે.
અરજી કેન્સલ થવાનું સૌથી મોટુ કારણ કોઈ કારણસર શિક્ષણ વિભાગ તરફથી પણ ઓન લાઇન અરજી રદ કરી હોય તેવી કોઈ પણ અરજી ના બદલે નવી અરજી થાય ત્યારે આ જૂની અરજી આપો અપ કેન્સલ થાય છે આ મોટા ભાગે કેન્સલ થયેલ અરજી રદ થયેલ અરજી છે. જિલ્લામાં હજુ પણ આવતીકાલે એટલે કે ૨૨ એપ્રિલ સુધી બાકી રહેતાં અરજદારો અરજી કરી શકશે જેથી આગામી સમયમાં આ અરજીની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે
આ વર્ષે જિલ્લાની અગાઉ કોરોના કાળમાં કેટલાક વાલીઓ એવા હતા જેમના સંતાનની ઉમર પૂરી થઇ હોવા છતાં શાળામાં પ્રવેશ મેળવ્યો ન હતો જેથી આ બાળકો પણ પ્રવેશ મેળવી શકશે મોરબીમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળા માં બાળકોને પ્રવેશ માટે કોઈ મુશ્કેલી ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરી છે. જીલ્લામાં 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ઓનલાઈન ભરી શકાશે.
ત્યાર બાદ આવેલી અરજીમાંથી યોગ્ય રીતે નિયમ મુજબ ભરાયેલ અરજીને માન્ય કરવા માટે પ્રકિયા હાથ ધરવામાં આવશે.નિયમ મુજબ અરજી ભરાઈ ગયા બાદ જેમાં અને માન્ય થયેલી અરજી પૈકી અગાઉ 13 કેટેગરી મુજબ પ્રાથમિકતા આધારે જે તે શાળામાં પ્રવેશ આપવામાં આવશે.