મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ૦૧ ઈસમ ફરાર થઈ જતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા નાનીવાવડી કબરી આશ્રમ સામે શ્રી રામ સોસાયટીમાં રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા સુરેશભાઇ દામજીભાઇ પડસુંબીયા (રહે.મોરબી નાનીવાવડી શ્રી રામ સોસાયટી), પ્રવીણભાઇ શીવાભાઇ રંગપરીયા (રહે.મોરબી સીલ્વર પાર્ક સોસાયટી નવલખી ફાટક પાસે મોરબી મુળરહે.રાસંગપર તા.માળીયા(મી)), રવીન્દ્રગીરી રમેશગીરી ગૌસ્વામી (રહે.મોરબી નાનીવાવડી મારૂતીનગર સોસાયટી) તથા ઉપેન્દ્રભાઇ જગદીશભાઇ નાગલા (રહે.મોરબી નાનીવાવડી ખોડીયાર સોસાયટી) નામના શખ્સોને રોકડા રૂ.૨૨,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

Why gamblers get high even when they lose - BBC Future

બીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમ દ્વારા રોહીશાળા ગામની સીમમા વન વાળાપીરની દરગાહ પાછળ નદીના કાંઠે જુગાર રમતા સંજયભાઇ ચોથાભાઇ ટોયટા (રહે.રોહીશાળા ગામ તા.ટંકારા જી.મોરબી), નિલેશ ગંગારામભાઇ વાઘેલા (રહે.રોહીશાળા ગામ તા. ટંકારા જી.મોરબી), ગોવીંદભાઇ કાનજીભાઇ વાઘેલા (રહે.-રોહીશાળા ગામ તા. ટંકારા જી.મોરબી) તથા કેરલાભાઇ રેમલીયાભાઇ મેહડા (રહે. રોહીશાળા નોઘાભાઇ ટીડાભાઇ ની વાડીએ તા. ટંકારા જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડ રૂપીયા ૮૨૫૦/- તથા ૧ એક્ટીવા મોટરસાઇકલ રૂ.૧૫૦૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે દિનેશભાઇ (રહે.રાજકોટ) નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા સરતાનપર-રાતાવીરડા રોડ પાણીના ટાંકા પાસેથી ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતિ તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા (રહે હાલ-બંધુનગર તા.જી.મોરબી મુળ ગામ-હડાળા તા.જી.રાજકોટ), પ્રહલાદભાઇ માલાભાઇ બજાણીયા (રહે હાલ-અમોરા સીરામીક લેબર કોલોની,સરતાનપર તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-દાદકા તા.સમી જી.પાટણ), રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા (રહે-નાઇન એવન્યુ સોસાયટી,જડેશ્વર રોડ તા.વાંકાનરે જી.મોરબી), મહેશભાઇ કૈલાશભાઇ દેવગજ (રહે હાલ-અમોરા સીરામીક લેબર કોલોની,સરતાનપર તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-પનવાળા તા.સેહગાવ જી.ખરગોન રાજ્ય-મધ્યપ્રદેશ) નામના શખ્સોને રોકડા રૂપીયા-૧૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

You Might Also Like