મોરબીની મહિલાઓએ ધારણ કર્યું ચંડી સ્વરૂપ, ભૂગર્ભ ગટર પ્રશ્ને મહિલાઓએ ઠાલવ્યો ઉગ્ર આક્રોશ
મોરબી નગરપાલિકામાં આજે સતત બીજા દિવસે પણ ભૂગર્ભ ગટર પ્રશ્ને મહિલાઓએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને શનાળા રોડની સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઘણા સમયથી ઉભરાતા મહિલાઓ વિફરી હતી અને આ સોસાયટીની મહિલાઓએ આજે ભૂગર્ભ ગટરના પ્રશ્ને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતા અને પાલિકા તંત્ર સમય તેમની સોસાયટીમાં વાવાઝોડા પછી ગટર ઉભરવાની સ્થિતિ વણસી અને ગટરના પાણી ભરાય રહેતા રોગચાળો વકરવાની ભીતિ હોવાનો બળાપો ઠાલવ્યો છે.
મોરબીના વીસીપરા અંદર આવેલ શાંતિવન અને વિજયનગરની મહિલાઓએ ગટર ઉભરાવવા સહિતની સમસ્યાઓ મામલે ગઈકાલે નગરપાલિકા ઉગ્ર આક્રોશ ઠાલવ્યા બાદ તંત્રએ જાણે હમ નહિ સુધરેંગેની નીતિ અખત્યાર કરતા શનાળા રોડ પર કન્યા છાત્રાલય રોડ પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ઘણા સમયથી ગટર ઉભરાતી હોવાથી મહિલાઓનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું અને મહિલાઓએ તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં ગટરનો પ્રશ્ન વાવાઝોડા પહેલાનો છે. પણ વાવાઝોડા પછી ગટર ઉભરવાની પરિસ્થિતિ વણસી છે.
વધુમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માત્ર ગટર પ્રશ્ન હલ કરવા આવે ત્યારે માટે કુંડી સફાઈ કરે છે. આગળના વિસ્તારમાં જ્યાંથી પાણીનો નિકાલ અટક્યો છે. તે કિલિયર કરાવતા નથી. એટલે ગટરનો પ્રશ્ન યથાવત રહે છે અને ગટરના પાણી તેમજ વરસાદના પાણી સતત ભરાય રહે છે. થઈ ગંદકી વકરી છે. મહિલાઓ અને બાળકોને ફરજિયાત આ ગટરના પાણીમાંથી ચાલવું પડે છે અને નાકે દમ આવી જાય તેવી ગંદકી હોવા છતાં તંત્ર કઈ કાર્યવાહી કરતું ન હોવાથી રોગચાળો વકરવાની ભીતિ સર્જાઈ છે. આથી રોગચાળો વકરે તે પહેલાં ગટરના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવાની મહિલાઓએ પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી છે.