બાકીના કેદીઓને 14 વર્ષની જેલ બાદ કેમ મુક્તિની રાહત ન મળી? સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને સીધો સવાલ
સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે આ દોષિતોને ફાંસીની સજા બાદ આજીવન કેદની સજા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં 14 વર્ષની સજા ભોગવ્યા બાદ તેને કેવી રીતે છોડવામાં આવ્યો? ગુજરાત સરકારને પૂછ્યું કે બાકીના કેદીઓને 14 વર્ષની જેલવાસ બાદ કેમ મુક્તિની રાહત મળી નથી? ગુજરાત સરકારે ચૂંટણી પહેલા બિલ્કીસ કેસમાં 11 દોષિતોને મુક્ત કર્યા હતા. આ પછી ભારે હોબાળો થયો હતો. ત્યારે ગોધરાના ભાજપના ધારાસભ્યે તેમને સંસ્કારી બ્રાહ્મણ ગણાવીને તેમનો બચાવ કર્યો હતો.
બાકીના કેદીઓને કેમ મોકો નથી મળતો?
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે તેની મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે જેલો કેદીઓથી ભરેલી છે, તો શા માટે તેમને સુધારવાની તક આપવામાં ન આવી.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે બિલ્કીસના દોષિતો માટે જેલ સલાહકાર સમિતિની રચના કયા આધારે કરવામાં આવી હતી? સલાહકાર સમિતિની વિગતો આપો. કોર્ટે સરકારને પૂછ્યું કે જ્યારે ગોધરા કોર્ટે ટ્રાયલ ચલાવી ન હતી તો તેનો અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો? બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હવે 24 ઓગસ્ટે થશે.
બિલ્કીસ પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો
2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ ગયા વર્ષે 15 ઓગસ્ટ, 2022ના રોજ ગુજરાત સરકારની એક સમિતિના અહેવાલને પગલે આ દોષિતોને પણ સમય પહેલા છોડી દેવામાં આવ્યા હતા. આ દોષિતોની મુક્તિ પર, તેઓનું પણ ફૂલો અને હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગત વર્ષે જ બિલ્કીસ બાનોએ આ દોષિતોની મુક્તિ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે નિયમિત સુનાવણી ચાલી રહી છે.