VHP મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે પ્રખર હિન્દુવાદી જીલેશ કાલરિયાની વરણી
મોરબી જિલ્લામાં ખેડૂતોના અધિકાર અને હક માટે લડતા ખેડૂત નેતા, ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ તેમજ પ્રખર હિન્દુત્વવાદી નેતા દેશ જ નહીં અન્યએશિયાના અલગ અલગ દેશમાં પણ હિન્દુઓ પર થતા અન્યાય સામે અવાજ ઉપાડ નાર માટે તેમના હિત હંમેશા તત્પર એવા જિલેશભાઈ કાલરીયાની વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે જિલેશભાઈ લાંબા સમયથી હિન્દુત્વના હિતની વાત કરતી સંસ્થાઓ સાથે સક્રિય છે અને લડતમાં તેમનો સહયોગ અપાતા રહ્યા છે ત્યારે હવે વીએચપીની જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી થતા ખેડૂત મિત્રો અને હિન્દુત્વની લડાઈ લડતા યુવા કાર્યકરો માં ખુશીની લાગણી જોવા મળી રહી છે
જીલેશભાઈ કાલરીયાની મોરબી ના નાના એવા રામપર ગામના વતની છે, B.Com,M. Com.નો અભ્યાસ પૂર્ણ કરી LL.B.અને P. hd. નો અભ્યાસ ચાલુ છે આટલું ઉચ્ચ શિક્ષિત ફેમિલી હોવા છતાં સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ ને લઇ ને ગામમા જ ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે અને હિન્દુ સંસ્કૃતિ મુજબ જીવે છે અને એક સરસ ગૌમાતા ની સેવા માટે ગૌશાળા પણ ચલાવે છે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ દેશ ભક્તિ એમના રગે રગ માં ભરેલી દેશ અને ધર્મ ના કામ માટે કંઈક ને કંઈક નવું શીખ્યા કરવાનું એટલે જ આ ઉંમરે પણ એમને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો છે