મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ ના કામે ડીટેઇન કરેલ ૭૭ વાહનો તથા જી.પી.એકટ ૮(૨) મુજબ ૧ વાહન મળી કુલ ૭૮ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે.

આ હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીશ્રીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો “OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે.

હરરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવાયું છે.

You Might Also Like