વડોદરાના ફતેપુરા વિસ્તારમાં પીતાંબર પોળમાં રહેતા ગણેશ કદમ (Ganesh Kadam) તેમના મિત્રો સાથે બાબા અમરનાથના દર્શન અર્થે અમરનાથ યાત્રાએ ગયા હતા. જોકે બાબા અમરનાથના દર્શન કરે તે પહેલા જ ગણેશભાઈની પહેલગામમાં અચાનક તબિયત લથડી હઈ હતી અને અચાનક ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. તેમને સારવાર અર્થે સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગણેશભાઈને હોસ્પિટલમાં જ સતત બે હાર્ટ એટેક આવ્યા બાદ ત્રીજો એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું.

32 વર્ષીય ગણેશ કદમ એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા હતા. તેઓના પરિવારમાં પત્ની, ટ્વિન્સ પુત્ર અને પુત્રી છે. તેઓ બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. અમરનાથ યાત્રામાં પરિવારના મોભીએ જીવ ગુમાવતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જયારે ટ્વિન્સ પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Driver's half-burnt body found in makeshift home | Deccan Herald

અમરનાથ યાત્રામાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વડોદરાના યુવાન ગણેશ કદમના મૃતદેહને શ્રીનગરથી કાર્ગો મારફત અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. યુવાનનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. ઘરે વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમયાત્રા નીકાળીને ખાસવાડી સ્મશાન ખાતે યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વડોદરાના ફતેપુરા સ્થિત પીતાંબર ફળિયામાં જ્યારે યુવાનનો મૃતદેહ લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા. ફળિયામાં જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો હતો. આજે સવારે 10 વાગ્યે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષના યુવાનને પરિવારમાં ટ્વિન્સ પુત્ર અને પુત્રી છે. તેઓ બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.

You Might Also Like