ઝેરી કેમિકલ ગટગટાવાથી પોરબંદરના 2 યુવાનનું થયું મોત, 5 લોકોને કરાયા હોસ્પિટલમાં ભરતી
પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકના મોત થયાની ઘટના સામે આવી છે. સુભાષનગરમાં કેરબામાંથી 7થી વધુ લોકોએ દારૂ સમજીને કેમિકલ પી લેતા 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પોરબંદરમાં ઝેરીલા કેમિકલથી બે યુવકોના મોત થયા છે. સુભાષનગરમાં દારૂ સમજીને કેમિકલ પી જતા સુરેશ અને વિઠ્ઠલ પરમાર નામના યુવક મોતને ભેટ્યા છે, જયારે 5 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેરબામાંથી 7થી વધુ લોકોએ દારૂ સમજીને કેમિકલ પીધું હતું. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર સમુદ્રમાંથી મળેલ કેમિકલ બાદ પોલીસ હરકતમાં આવી છે. સમુદ્રમાં કેમિકલ પદાર્થ મળે તો સેવન નહીં કરવા અને સ્થાનિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. કેમિકલ પીવાથી બે વ્યક્તિના મોત બાદ શુભાસનગર વિસ્તારમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું છે.