અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના સુરતના વિજય કથીરિયા બાદ રાજકોટના યુવાનનું પણ નામ જોડાયું છે. રાજકોટમાં પત્નીને જન્મદિવસની ક્યારેય ભુલાય તેવી મૂલ્યવાન ગિફ્ટ આપવામાં આવી છે. રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન ખરીદી છે. નોંધનીય છે કે આજે ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થયું છે ત્યારે રાજકોટના યુવાને આ  સાહસ ખેડયું છે. મહત્વનું છે કે ચેતન જોશીના પત્ની ખુશી જોશીનો જન્મદિવસ હોવાથી ચેતને ગિફ્ટ આપવા માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી હતી.

એક એકરની લગભગ રૂ.૩ લાખ કિંમતે જમીન લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટથી પત્ની ખુશીની ખુશી બમણી થઈ ગઈ હતી. ચેતનભાઈ જોષીના પત્ની ખુશીબેને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને કાંઈ જાણ જ ન હતી. પ્રથમ તો પોતે માન્યા પણ નહીં પછી તમામ કાગળો બતાવતા ખુશીબેન ખુબ ખુશ થયા હતા.

You Might Also Like