ચિલ્ડ્રન યુનિવર્સિટીની નડિયાદ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં અભિનવ સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ ઝળહળી
ચિલ્ડ્રન ચિલ્ડ્રન યુનિવર્સિટી આયોજિત રાજ્ય કક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટ- 2023 નડિયાદ ખાતે યોજાઈ ગયેલ તેમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ.
આદ્રોજા ક્રિષ્વા દિલીપભાઈએ અન્ડર-૯ મેડિસિન બોલ થ્રોમાં ચોથો નંબર મેળવેલ છે, જ્યારે રાણીપા રુચિ પંકજભાઈએ અંડર-૧૧ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં આઠમો નંબર મેળવી મોરબીનું ગૌરવ વધારેલ છે, તે બદલ શાળાના ટ્રસ્ટી મનોજભાઈ, આચાર્ય કમલેશભાઈ લીખિયા તેમજ અભિનવ સ્કૂલના સમગ્ર સ્ટાફ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.