*ટંકારા તાલુકાની હડમતીયા ગામની બન્ને શાળાઓમાં વિદાય સમારંભ યોજાયો..* 

“કોઈ આવે છે, કોઈ જાય છે, 

બહુ અલ્પ ચહેરા હોય છે, 

જે હૃદયમાં સદાયને માટે અંકિત થઈ જાય છે.”

આજ રોજ શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળા અને શ્રી ટંકારા તાલુકાના હડમતીયા કુમાર પ્રા. શાળા ખાતે ધોરણ-૫ અને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે ‘વિદાય સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ પોતાના શાળાજીવનના અનુભવો રજુ કર્યા. તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાયગીત રજુ કરવામાં આવ્યું હતું જે સાંભળી ઘણા વિદ્યાર્થીની આંખો ભીની થઇ ગઈ હતી. આ તકે શાળાના ધોરણ ૮ ના બાળકોએ શાળાને ગિફ્ટ આપવામાં આવી.

શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળામાં ધોરણ-૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરીને વધુ અભ્યાસ અર્થે આગળ જઇ રહયા છો ત્યારે 

આ શાળામાંથી આપશ્રીએ મેળવેલ જ્ઞાન, કૌશલ્યો અને સંસ્કારોની સુગંધ ચોમેર ફેલાવો તેમજ જીવન વિકાસની કેડી પર સતત પ્રગતિના સોપાનો સર કરતા રહો તથા આપશ્રી ખૂબજ અભ્યાસ કરી ઉચ્ચ ટકાવારી સાથે ઉતિર્ણ થઈને શાળા, સમાજ અને પરિવારનું ગૌરવ વધારી માતા-પિતા, દાદા-દાદી અને ગુરૂજનોના સંસ્કારોને ઉજાગર કરો એવી આજના દિક્ષાંત સમારોહ પ્રસંગે શાળા પરિવારની આપને અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તેમજ બંન્ને શાળાના બાળકોએ અલ્પાહાર કરી છુટ્ટા પડ્યા હતા.

*આવા મોંઘા રતનનું કરીએ જતન સમાજ રહે ઉજળો ને આબાદ રહે વતન.*

You Might Also Like