મોરબીમાં સેવાકિય કાર્યથી જાણીતું બનેલું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના આજે બે બહેનોના જન્મદિવસ નિમિત્તે બાળકોને નાસ્તો કરી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય જાગૃતિબેન તથા અવની પ્રકાશભારતી ગોસ્વામીના આજે જન્મદિવસ નિમિત્તે મોરબીના મયુર પુલ નીચે, અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે, પરશુરામ મંદિર તથા નવલખી ફાટક નજીક ઝૂંપડપટ્ટીના બાળકોને પફ ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અવની પ્રકાશભારતી ગોસ્વામી કે જેઓ નાનપણથી જ મ્યુઝિકમાં રસ ધરાવે છે.અને સારા એવા સ્ટેજ પ્રોગ્રામ કરે છે.અને રાજ્યકક્ષા સુધીના એવોર્ડના પણ વિજેતા બની ચુક્યાં છે. 

તેમજ ઈન્ડિયન આઇડિયલ, વોઈસ ઓફ ઈન્ડિયા તેમજ સા રે ગા મા પા માં પણ ઓડિશન આપી ચુક્યાં છે.અને બે રાઉન્ડ સુધી સિલેકટ થયેલ છે.

You Might Also Like