*ટંકારાના નાના રામપર ગામે બે દિવસીય શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે* 

ટંકારા તાલુકાના નાના રામપર ગામમાં આગામી તા. ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે

નાના રામપર ગામે વસતા ભગવાનજીભાઈ ભીખાભાઈ કાલરીયા, સવિતાબેન ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસસ્થાને બે દિવસીય ભવ્ય શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૧ ને રવિવારે સવારે ૦૭ : ૩૦ કલાકે મહાયજ્ઞ, બપોરે ૦૨ : ૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે

 તેમજ તા. ૨૨ ને સોમવારે સવારે મહાયજ્ઞ બાદમાં મૂર્તિ અભિષેક અને બપોરે બીડું હોમાશે ઉપરાંત તા. ૨૨ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા કાલરીયા પરિવારે જણાવ્યું છે

You Might Also Like