મોરબીમાં ઠંડીનો ચમકારો થતા તિબેટીયન બજાર ધમધમતું થયું છે. આ વખતે સ્વેટરના ભાવમાં કોઈ વધારો થયો નથી. બીજી તરફ દરરોજ ધીમી ગતિએ અહીં ગ્રાહકો આવી રહ્યા છે. ગત વર્ષની સિઝન ફિક્કી રહ્યા બાદ આ વર્ષે તિબેટીયન વેપારીઓ ઘણી આશા લઈને બેઠા છે.

તિબેટીયન વેપારી લાકપાએ જણાવ્યું કે 12 તિબેટીયન પરિવાર છેલ્લા 10 વર્ષથી અહીં સ્વેટરનું વેચાણ કરવા આવે છે. તેઓએ શિયાળાના ચાર મહિના દરમિયાન શનાળા રોડ ઉપર બાયપાસ પાસે વિશાળ જગ્યામાં સ્ટોલ નાખ્યા છે. અહીં એક સ્ટોલ સીઝનમાં અંદાજે રૂ.10 લાખના સ્વેટરનું વેચાણ કરે છે. આમ 4 મહિનામાં તિબેટીયન બજારમાં રૂ. 1 કરોડનો વેપાર થાય છે.

તેઓએ ઉમેર્યું કે અહીં રૂ.700થી લઈ રૂ.2500 સુધીના જેકેટ મળે છે. કાર્ગો એટલે કે કોટન જેકેટનું યુવાનોમાં વધુ આકર્ષણ છે. અહીં બાળકો, પુરૂષો તેમજ મહિલાઓ માટે સ્વેટર, જેકેટ, સાલ, ટોપી સહિતની આઈટમોની વિશાળ વેરાયટી છે. તમામ માલ દિલ્હી- લુધીયાણામાં બને છે. બાળકોમાં 10 ટકા જેટલી વેરાયટી ચાઈનાની છે.

You Might Also Like