30 એપ્રિલે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાનું આયોજન : હસમુખ પટેલ

હસમુખ પટેલે જણાવ્યું કે, તલાટી કમ મંત્રીની પરીક્ષા આગામી 30 એપ્રિલે યોજવાનું આયોજન છે. પરીક્ષા કેન્દ્રો બાબતે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે.  પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ ન થાય તો કેન્દ્રો ફરજિયાત મેળવવા ઓર્ડર કરાશે. મુખ્ય સચિવે આપેલી સૂચનાના પગલે નવા કેન્દ્રો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 30 એપ્રિલે પરીક્ષા યોજવા માટે 10 એપ્રિલ સુધી કેન્દ્રો મેળવવા જરૂરી છે. જો 10 એપ્રિલ સુધીમાં પરીક્ષા કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા લઈ શકાશે નહીં.

You Might Also Like