બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઔધોગિક વિસ્તાર સમા હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક નિશાચરો નાઈટ કોબિગ માટે નિકળી પડ્યા હોય એમ રિતસર એક પછી એક એમ અડધા ડરઝનેક ફેક્ટરીમાં ચોરી માટે તસ્કરો ત્રાટક્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જેમા રીચ એલયુ મેટલ,સ્કાય ગ્લોવ પેઇન્ટ,વિનાયક પ્લાસ્ટિક,ભગત તાવડી, સગુન પ્લાસ્ટિક,સાર્થક પોલિ પલાસ્ટ માં દરવાજા બારી તોડી ચોરીને અંજામ આપવા ત્રાટકી કોઈ રોકડ દલ્લો હાથ નહી લાગતા સામાન વેર વિખેર કરી જતા રહ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળામાં નાની મોટી ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલીંગ વધારે ઉપરાંત નાઈટ માં રહેલા જવાનો તકેદારી રાખી લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરે એવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

You Might Also Like