બાંધકામ અંગેની મંજૂરીની સતા સામાન્ય સભાને બદલે પોતાની પાસે રાખતા પગલાં લેવાયા

 મોરબીના ઘુંટુ ગામના સરપંચ જયાબેન પરેચાને જિલ્લા વિકાસ અધિકારીએ બાંધકામ મંજૂરીમાં ગેરરીતિ બદલ હોદા ઉપરથી દૂર કરી દીધા છે. હવે સરપંચ આ હુકમ સામે 30 દિવસમાં અપીલ કરી શકે છે.

ડીડીઓના જણાવ્યા અનુસાર ગુજરાત પંચાયત

અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૪(૧) મુજબ બાંધકામ માટે પંચાયતની પુર્વમંજુરી મેળવવાની હોય છે જ્યારે ઘુટ ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચાએ ઘુંટુ ગ્રા.પં.ની

તા.૦૭/૦૨/૨૦૨૪ની સામાન્ય સભાના ઠરાવ નં.૦૪ થ બાંધકામની મંજુરીની સતા સરપંચએ પોતાની પાસે રાખેલ છે. જે પંચાયત ધારાની જોગવાઈ વિરુધ્ધ છે. જેથી જયાબેન દેવજીભાઈ પરેચાને સરપંચ પદેથી ગુજરાત પંચાયત અધિનિયમ- ૧૯૯૩ની કલમ-૫૭(૧) હેઠળ તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવે છે.

આ હુકમથી જો સરપંચ નારાજ હોય તો દિન-30માં રાજ્ય સરકારને અપીલ કરી શકશે.

You Might Also Like