મોરબીના રાજપર(કું)ગામે 3 નવેમ્બરે નાટક અને કોમિક ભજવાશે
મોરબીના રાજપર ગામે આગામી તારીખ 3 નવેમ્બર ને રવિવારે ભાઈબીજના દિવસે ટોબરિયા હનુમાનજી ગૌશાળા- શનાળાના લાભાર્થે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા 3 નવેમ્બરે રાત્રે 9-30 કલાકે રામજી મંદિર ચોકમાં સોમનાથ મંદિરના ઈતિહાસની ઝાંખી કરાવતું મહાન નાટક સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક શાણી કન્યા અબૂધ વર ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.