ભારતીય કિસાન સંઘ જિલ્લા મોરબી  અધ્યક્ષ શ્રી  સીણોજીયા બાબુલાલ  ના અધ્યક્ષશ સ્થાને મળેલ બેઠામાં વિસ્તૃત ચર્ચા કરેલ અને આવેદન આપેલ હતું 

સાદર નમસ્કાર, 

જય ભારત સાથ સવિનય જણાવવાનુ કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના(PMSKY WDC 2.0) ગુજરાતમાં ફાળવવામાં આવેલ છે. જેમાં ગુજરાતમાં ૩૩ જીલ્લામાંથી ૩૨ જીલ્લામાં આ પ્રોજેક્ટની ફાળવણી કરવામા આવેલ છે. ફકત ૧ (એક) મોરબી જિલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામાં આવેલ નથી. આ પ્રોજેકટ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફાળવવામાં આવતો હોય છે.

વધુમાં જણાવવાનું કે આ પ્રોજેકટ ખેડુતો માટે ખુબ જ ઉપયોગી થાય છે. તેમજ ખેડુતોની જીવાદોરી સમાન છે. આ પ્રોજેકટમાં નવા તળાવ, નવા ચેકડેમ, જુના/નવા તળાવ ઉંડા ઉતારવા, ખેતરપાળા, ખેત તલાવડી, વિગેરે જેવા જળસંચયનાં કામો થાય છે. તેમજ જમીન વિહોણા લોકો માટે લાઈવ્લીહુડ તથા માઈક્રો એન્ટરપ્રાઈઝ હેઠળ આ જીવીકાનાં સાધનો, ખેત ઓજારો વિગેરે આપવામાં આવે છે. તેમજ મોરબી જીલ્લાના આજુ બાજુ ના તમામ જિલ્લાઓમાં PMSKY WDC 2.0 પ્રોજેકટ હાલ કાર્યરત છે. તેમજ મોરબી જિલ્લાની ભૌગોલીક સ્થિતિ કચ્છ-જામનગર-રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાને અનુરૂપ હોય તો મોરબી જિલ્લાને પણ ભૌગોલીક પરિસ્થિતિ મુજબ PMSKY WDC 2.0 પ્રોજેકટ ફાળવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.

           

                              

You Might Also Like