મળતી માહિતી અનુસાર, ટંકારાનાં નેકનામ ગામે રહેતા પરેશભાઇ ખેંગારભાઇ ચાવડાનો દિકરો મેહુલ નેકનામ ગામના પરબે ગત તા.૦૪/૦૮/૨૦૨૩ના રોજ આર.ઓ પ્લાંટનુ પાણી ભરવા ગયેલ હોય ત્યારે છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા (રહે નેકનામ તા.ટંકારા જિ.મોરબી) નામના શખ્સે સ્થળ પર આવી મેહુલને વાળ પકડી દિવાલ સાથે માથુ ભટકાડી માર મારતો હોય અને બાદમાં પરેશભાઇને પણ આ સંવર્ણનુ પાણીનુ પરબ છે

તમારે અહિ પાણી ભરવા આવવુ નહિ તેવુ કહી જાતિ પ્રત્યે હડધુત કરી પરેશભાઇ સાથે ઝપાઝપી કરી તેમના ખીસ્સામા રહેલ રોકડ રૂપીયા બારસોની લૂંટ કરી નાશી જતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે સમગ્ર મામલે આજે અનુસૂચિત સમાજના લોકો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે અનુસૂચિત સમાજના લોકો એસ.સી.એસ.ટી સેલ ડી.વાય.એસ.પી. તેમની ફરિયાદ સાંભળવા ફોન નહિ ઉપાડતા હોવાની રાવ પણ કરી હતી.

You Might Also Like