ટંકારાના કલ્યાણપર નજીક તળાવ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

માથાના ભાગે ઇજાઓ મળી  પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ટંકારાના કલ્યાણપર ગામ પાસે તળાવ નજીકથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા ગામે લતીપર રોડ ઉપર પ્રભુચરણ આશ્રમ બાજુમાં આવેલ તળાવ પાસે એક અજાણી મહિલાનો મૃતદેહ હોવાની જાણ થતાં ટંકારા પોલીસના ઈમ્તિયાઝભાઈ જામ, જીતુભાઇ પટેલ, ગૌરવભાઈ ગઢવી, અકિલભાઈ બાંભણીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 

આ મહિલાના માથાના ભાગે ઇજા જોવા મળી હતી. હાલ પીએમ અર્થે મૃતદેહને રાજકોટ ખસેડવા કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પોલીસે મહિલાની ઓળખ મેળવવા સહિતની તપાસ શરૂ કરી છે.

You Might Also Like