ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિખ શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવતીકાલે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનુ પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

પરીક્ષાર્થીઓ સવારે 8 વાગ્યે પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે. તેમજ બોર્ડનાં વોટ્સઅપ નંપર પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે.

Haryana Board Class 10, 12 supplementary timetables 2023 released

બોર્ડે જાહેર કરેલ વેબસાઈટ તેમજ વોટ્સઅપ નંબર પર પરિણામ જાણી શકશો ત્યારે પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે સાથે મોબાઈ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.
LIVE UP Board 12 Arts Result 2021 DECLARED: 97.92 pc students clear Arts  stream in class 12

તારીખ 10થી 14 સુધી પૂરક પરીક્ષા યોજાઈ હતી


ધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયીલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની જુલાઈ (પૂરક) 2023ની પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવામાં આવી હતી. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવ્યો હતો. જેની વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like