વાંકાનેરમાં રખડતા ઢોરનો આતંક: દીવાનપરામાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધો
વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના આવર નવાર સામે છે. જેમાં વધુ એક ઘટનામાં દિવાનપરા વિસ્તારમાં રખડતા ઢોરે રાહદારી વૃદ્ધ મહિલાને અડફેટે લેતાં વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શીંગડા પર ઉઠાવી લઈ વૃદ્ધાને રસ્તા પર પટક્યા
મળતી વિગત મુજબ વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી. ત્યારે બે રખડતા ઢોર ત્યાં આવે છે. એક ઢોર બેકાબુ થઈને વૃદ્ધાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે તેની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવે છે, પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલો ઢોર તેને પોતાના શીંગડા પર ઉઠાવી લઈ તેને જોરથી રસ્તા પર પટકે છે.

જેને પગલે વૃદ્ધા ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ જાય છે. જ્યારે વૃદ્ધાના હાથમાં રહેલી થેલીમાંથી સમાન વેરવિખેર થઈને રસ્તા પર ફેલાય જાય છે. અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચે છે અને આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઇ છે અને તે CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.