ટંકારા : પોલીસે ફ્લેગમાર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો
ટંકારા પોલીસ મથકમાં નવનિયુક્ત પીએસઆઈ દ્વારા ટાઉનમાં ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો સાથે જ હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવ યોજી વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.

ટંકારા પીએસઆઈ એમ જે ધાંધલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમે ટાઉનમાં ફ્લેગ માર્ચ યોજી હતી તેમજ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી જેમાં ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવતા વાહનચાલકો, બ્લેક ફિલ્મ લગાડનાર વાહનચાલકો સામે કાર્યવાહી અને ઓવરલોડ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા