તારીખ - 12/12/2024 આજરોજ ન્યુ વિઝન સ્કૂલ જબલપુર-ટંકારા ખાતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી તેમજ ટ્રાફિકનાં નિયમો તેમજ વાહન ચલાવતી વખતે વર્તવામાં આવતી સાવધાની,નશા કારક બાબતો (NCORD) માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો સેમીનાર યોજાયો. આ સેમિનારને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી શ્રી એસ.આર. બાદી સાહેબ, આર.ટી.ઓ કચેરીમાંથી ઇન્સ્પેક્ટર શ્રી એ.આર સૈયદ સાહેબ, જિલ્લા પોલીસ ટ્રાફિક કચેરીમાંથી શ્રી દિલીપભાઈ ઠાકર સાહેબ,એસ.ઓ.જી કચેરીમાંથી પી.એસ.આઇ. શ્રી અંસારી સાહેબ તેમજ જુવાનસિંહ ઝાલા સાહેબ અને ન્યુ વિઝન સ્કૂલના સંચાલક શ્રી દિલીપભાઈ બારૈયા પ્રિન્સિપાલ કે.ટી. સર તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ નશાકારક અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારમાં હાજર રહી સફળ બનાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીને ટ્રાફિકનાં નિયમો અનુસાર વાહન ચલાવવા શપથ લેવડાવી સુરક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

You Might Also Like