સુનિતા અગ્રવાલની સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફજસ્ટિસ તરીકે કરાઈ નિમણુંક
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલની આખરે સત્તાવાર નિમણૂંક કરી દેવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથેની સલાહ મસલત બાદ આખરે સુનિતા અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેની નિમણૂંક પર મંજૂરીની મ્હોર મારી હતી.
હાઇકોર્ટના હાલના એકટીંગ ચીફ જસ્ટિસ આશિષ જે.દેસાઇને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપી નિમણૂંક કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી સત્તાવાર મંજૂરી અપાયા બાદ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે.

આ પહેલા સોનિયા ગોકાણી ગુજરાત હાઇકોર્ટનાપ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા હતા.
આ સાથે જ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂંક પામતાંની સાથે તેઓ સમગ્ર દેશમાં એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ બની ગયા છે. કારણ કે, અત્યારે દેશની એક પણ હાઇકોર્ટમાં મહિલા ચીફ જસ્ટિસ નથી.