રાજપૂત સમાજ દ્વારા મોરબીમાં રાજમાતાની હાજરીમાં યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહ
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઇના છેલાલ રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તા ૩૦ જુલાઈના રોજ રવિવારે બપોરના ૩:૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ લીલાપર કેનાલ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓએ તેમજ વિવિધ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનારા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે
ત્યારે આ સન્માન સમારોહમાં રાજ્યસભાના સાંસદ મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, મોરબીના રાજમાતા વિજયકુંવરબા, યુવરાજ સાહેબ ઓફ ભાવનગર જયવિરરાજસિંહજી ગોહીલ, ગુજરાત રાજ્ય પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ગુજરાત રાજ્ય ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહજી રાણા, ગુજરાત રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા સહીતના આગેવાનો હાજર રહેશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા તેમજ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ જહેમત ઉઠાવી રહી છે