અમદાવાદના બાવળા-બગોદરા નજીક ગંભીર અકસ્માત: આટલા લોકો બન્યા કાળનો કોળિયો
બાવળા બગોદરા રોડ નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 5 લોકોને ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.
બાવળા-બગોદરા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતાં 10 વ્યક્તિના મોત થયા છે. ચોટીલા દર્શન કરીને પાછા આવતાં આ કરૂણ ઘટના બની હતી. મૃતકોમાં પાંચ મહિલા, બે પુરુષો, ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

આ અંગે અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાએ ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડાનો પરિવાર ચોટીલા દર્શન કરી પરત ફરતો હતો ત્યારે પોણા બાર વાગે આસપાસ મીની ટ્રક રોડ પાસે ઉભેલા ટ્રકમાં પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 મહિલા અને 3 બાળકો તેમજ બે પુરુષોના મોત થયા છે, 5 જેટલા લોકોને ઈજાઓ થતા બગોદરાની હોસ્પિટલમાં લઈ જવાયા છે, અન્ય મુસાફરો સલામત છે. હાલ વધુ કાર્યવાહી ચાલુ છે.
અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ ઓવર સ્પીડમાં આવતું છોટા હાથી અથડાયું હતું. આ છોટા હાથીમાં પાછળ બેઠેલા એક જ પરિવારના નવ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં સાત જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.