મોરબી : મોરબી ટેક્સી એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં મોરબીથી હીરાસર એરપોર્ટનું સેડાનનું રૂ. 1500 અને અર્ટિગાનું રૂ.2000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય રૂટના ભાડા પણ જાહેર કરવામા આવ્યા હતા.

મોરબીમાં આજે ભાડા અંગે નિર્ણય લેવા માટે ટેક્સી એસોસિએશનની મિટીંગ યોજાઈ હતી. જેમાં ટેક્સી એસોસિએશનના પ્રમુખ મનીસભાઈ ભોજાણી, જયરાજસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ

તેમજ કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાઉન્ડ ટ્રીપના ભાવ સેડાન 11++ ડ્રાઇવર 300, નાઈટ હોલ્ટ 300, રાઉન્ડ ટ્રીપના ભાવ અર્ટિગા 13++ ડ્રાઇવર 300 અને નાઈટ હોલ્ટના 300 નક્કી કરવામાં આવ્યા હતા.

ટેક્સીનું નવું ભાડા પત્રક

મોરબીથી અમદાવાદ – સેડાન – રૂ. 2500

અમદાવાદથી મોરબી -સેડાન – રૂ.2500

મોરબીથી અમદાવાદ – આર્ટિગા – રૂ. 2800

અમદાવાદથી મોરબી -આર્ટિગા – રૂ.2800

લોકલ મોરબી – સેડાન – રૂ.2200

લોકલ મોરબી – અર્ટિગા – રૂ.2700

મોરબીથી રાજકોટ – સેડાન – રૂ.1500

 

મોરબીથી રાજકોટ – અર્ટિગા – રૂ.2000

રાજકોટથી મોરબી – અર્ટિગા- રૂ.2000

મોરબીથી હીરાસર – સેડાન- રૂ.1500

હીરાસરથી મોરબી – સેડાન – રૂ.1500

મોરબીથી હીરાસર – અર્ટિગા- રૂ.2000

હીરાસરથી મોરબી – અર્ટિગા – રૂ.2000

You Might Also Like